Latest Posts

ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ભારતીય રાજકારણી અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી છે. તે ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા. 

ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો.તેમણે એપ્રિલ ૧૯૮૨માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવેલ છે તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.

તેઓ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે.ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેઓ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રુચિ ધરાવે છે. તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે.


તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૯-૨૦માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા. તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા. તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા.


ભૂપેન્દ્રભાઈએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે વિજય મેળવ્યા બાદ ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. તેઓ ૧,૧૭,૦૦૦ મતોની વિક્રમજનક સરસાઈથી જીત્યા હતા.
 

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.


 


 

ભારત સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરી નાખ્યુ છે. ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માંગ વર્ષોથી થઇ રહી છે. આ દરમિયાન આપણે જાણીયે કે આ ભારત રત્ન એવોર્ડ શું છે અને તે કેમ મહત્વનો છે.

ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે. જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.




ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું હતું. આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી. ઇ.સ. ૧૯૬૬માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું. જાણીતા ક્રિકેટના ખેલાડી સચિન તેંડુલકર ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં. તો જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે ૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં.સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે. ઇ.સ. ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર મધર ટેરેસાને આપવામાં આવ્યું. આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. અન્ય પ્રતિષ્ઠિત પુસ્કારોમાં પદ્મવિભૂષણ,પદ્મભૂષણ તેમ જ પદ્મશ્રીનું નામ જાણીતું છે.

ઇતિહાસ

ઇ.સ. ૧૯૫૪માં રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા બે નાગરિક સન્માનો 'ભારતરત્ન' અને 'ત્રિસ્તરીય પદ્મવિભૂષણ' સન્માન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ સન્માન ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન માટે ભારતના સંવિધાનમાં કોઇ સ્પષ્ટ જોગવાઇ નથી.

આ સન્માનને બે વખત સ્થગિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ વખત મોરારજી દેસાઈની સરકારે આ સન્માનોને સ્થગિત કર્યા હતાં. તેમણે ૧૩ જુલાઇ ૧૯૭૭ના રોજ બધા જ વ્યક્તિગત સન્માનો પાછા ખેંચી લીધા. આ ઉપરાંત પહેલાં જે વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવ્યા હતાં, તેમને પણ આ સન્માન ઇલ્કાબની જેમ ન વાપરવાની સૂચના આપવામાં આવી. ૨૫ જાન્યુઆરી ૧૯૮૦ના રોજ આ પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો. ઇ.સ. ૧૯૯૨માં આ સન્માન પર ફરીથી પ્રતિબંધ મુકવામાં આવ્યો. મધ્યપ્રદેશ અને કેરલ રાજ્યની વડી અદાલતમાં આ સન્માનોની બંધારણીય યોગ્યતાને પડકારતી બે જાહેર હીતની અરજીઓ કરવામાં આવી હતી. અંતે ડિસેમ્બર ૧૯૯૫માં સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ આ સન્માનો ફરીથી ચાલુ કરવામાં આવ્યાં.

 

પુરસ્કાર મેળવનાર મહાનુભાવોની યાદી

ક્રમ નામ ચિત્ર જન્મ / અવસાન વર્ષ યોગદાન ભારતીય રાજ્ય/દેશ
૧. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન Photograph of Sarvepalli Radhakrishnan presented to First Lady Jacqueline Kennedy in 1962.jpg ૧૮૮૮–૧૯૭૫ ૧૯૫૪ બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક. તામિલ નાડુ
૨. સી. રાજગોપાલાચારી C Rajagopalachari Feb 17 2011.JPG ૧૮૭૮–૧૯૭૨ ૧૯૫૪ છેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની. તામિલ નાડુ
૩. સી. વી. રામન Sir CV Raman.JPG ૧૮૮૮–૧૯૭૦ ૧૯૫૪ નોબૅલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રી તામિલ નાડુ
૪. ભગવાન દાસ
૧૮૬૯–૧૯૫૮ ૧૯૫૫ દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની. ઉત્તર પ્રદેશ
૫. એમ.વિશ્વેસવરીયા Visvesvaraya Statue bust at JIT.jpg ૧૮૬૧–૧૯૬૨ ૧૯૫૫ ભાખરા નાગલ બંધના નિર્માતા, સિવિલ એન્જી. કર્ણાટક
૬. જવાહરલાલ નેહરુ Jnehru.jpg ૧૮૮૯–૧૯૬૪ ૧૯૫૫ પ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની, લેખક. ઉત્તર પ્રદેશ
૭. ગોવિંદ વલ્લભ પંત Pandit Govind Ballabh Pant.jpg ૧૮૮૭–૧૯૬૧ ૧૯૫૭ સ્વાતંત્ર્ય સેનાની, ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય મંત્રી. ઉત્તર પ્રદેશ
૮. ધોન્ડો કેશવ કર્વે Dr Dhondo Keshav Karve Cropped.png ૧૮૫૮–૧૯૬૨ ૧૯૫૮ શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક. મહારાષ્ટ્ર
૯. ડો.બી.સી.રોય
૧૮૮૨–૧૯૬૨ ૧૯૬૧ ડોક્ટર, રાજકારણી, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી. પશ્ચિમ બંગાળ
૧૦. પુરુષોત્તમદાસ ટંડન
૧૮૮૨–૧૯૬૨ ૧૯૬૧ સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. ઉત્તર પ્રદેશ
૧૧. રાજેન્દ્ર પ્રસાદ Food Minister Rajendra Prasad during a radio broadcast in Dec 1947 cropped.jpg ૧૮૮૪–૧૯૬૩ ૧૯૬૨ પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની. બિહાર
૧૨. ડૉ. ઝાકીર હુસૈન
૧૮૯૭–૧૯૬૯ ૧૯૬૩ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જામીયા મિલિયાના સ્થાપક. આંધ્ર પ્રદેશ
૧૩. ડો.પી.વી.કાણે PV Kane.jpg ૧૮૮૦–૧૯૭૨ ૧૯૬૩ સંસ્કૃતના વિદ્વાન. મહારાષ્ટ્ર
૧૪. લાલ બહાદુર શાસ્ત્રી # 1736 Lal Bahadur Shastri cropped.jpg ૧૯૦૪–૧૯૬૬ ૧૯૬૬ બીજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. ઉત્તર પ્રદેશ
૧૫. ઈન્દિરા ગાંધી Indira2.jpg ૧૯૧૭–૧૯૮૪ ૧૯૭૧ પ્રથમ મહિલા વડાપ્રધાન. ઉત્તર પ્રદેશ
૧૬. ડો.વી.વી.ગીરી V.V.Giri.jpg ૧૮૯૪–૧૯૮૦ ૧૯૭૫ ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. આંધ્ર પ્રદેશ
૧૭. કે.કામરાજ # Kamarajar cropped.jpeg ૧૯૦૩–૧૯૭૫ ૧૯૭૬ સ્વાતંત્ર્ય સેનાની. તામિલ નાડુ
૧૮. મધર ટેરેસા MotherTeresa 090.jpg ૧૯૧૦–૧૯૯૭ ૧૯૮૦ નોબૅલ વિજેતા (શાંતિ, ૧૯૭૯). પશ્ચિમ બંગાળ
૧૯. વિનોબા ભાવે # Gandhi and Vinoba.jpg ૧૮૯૫–૧૯૮૨ ૧૯૮૩ ભૂદાન ચળવળનાં પ્રણેતા. મહારાષ્ટ્ર
૨૦. અબ્દુલગફાર ખાન Khan Abdul Ghaffar Khan.jpg ૧૮૯૦–૧૯૮૮ ૧૯૮૭ સરહદનાં ગાંધી, સ્વાતંત્ર્ય સેનાની. પાકિસ્તાન
૨૧. એમ.જી.રામચંદ્રન # Puducherry MGR statue.jpg ૧૯૧૭–૧૯૮૭ ૧૯૮૮ ફિલ્મ અભિનેતા, તામિલ નાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી. તામિલ નાડુ
૨૨. ડૉ. ભીમરાવ રામજી આંબેડકર # Dr. Bhim Rao Ambedkar.jpg ૧૮૯૧–૧૯૫૬ ૧૯૯૦ બંધારણ સભાના પ્રમુખ. મહારાષ્ટ્ર
૨૩. નેલ્સન મંડેલા Nelson Mandela-2008 (edit).jpg ૧૯૧૮-૨૦૧૩ ૧૯૯૦ રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા. દક્ષિણ આફ્રિકા
૨૪. રાજીવ ગાંધી # Rajiv Gandhi (cropped).jpg ૧૯૪૪–૧૯૯૧ ૧૯૯૧ ભૂતપૂર્વ વડાપ્રધાન. નવી દિલ્હી
૨૫. સરદાર વલ્લભભાઈ પટેલ # Sardar patel (cropped).jpg ૧૮૭૫–૧૯૫૦ ૧૯૯૧ સ્વાતંત્ર્ય સેનાની, લોખંડી પૂરૂષ. ગુજરાત
૨૬. મોરારજી દેસાઈ Morarji Desai (portrait).png ૧૮૯૬–૧૯૯૫ ૧૯૯૧ ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. ગુજરાત
૨૭. અબુલ કલામ આઝાદ # Maulana Abul Kalam Azad.jpg ૧૮૮૮–૧૯૫૮ ૧૯૯૨ સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. પશ્ચિમ બંગાળ
૨૮. જે.આર.ડી.તાતા J.R.D. Tata (1955).jpg ૧૯૦૪–૧૯૯૩ ૧૯૯૨ મહાન ઉધોગપતિ. મહારાષ્ટ્ર
૨૯. સત્યજીત રે SatyajitRay.jpg ૧૯૨૨–૧૯૯૨ ૧૯૯૨ ફિલ્મ સર્જક, લેખક પશ્ચિમ બંગાળ
૩૦. ડો.એ.પી.જે.અબ્દુલ કલામ A. P. J. Abdul Kalam in 2008.jpg ૧૯૩૧ - ૨૦૧૫ ૧૯૯૭ વૈજ્ઞાનિક, ભૂ.પૂ. રાષ્ટ્રપતિ. તામિલ નાડુ
૩૧. ગુલઝારીલાલ નંદા Gulzarilal Nanda (cropped).jpg ૧૮૯૮–૧૯૯૮ ૧૯૯૭ સ્વાતંત્ર્ય સેનાની, ભૂ.પૂ. વડાપ્રધાન. પંજાબ
૩૨. અરુણા અસફઅલી #
૧૯૦૮–૧૯૯૬ ૧૯૯૭ સ્વાતંત્ર્ય સેનાની. પશ્ચિમ બંગાળ
૩૩. એમ.એસ.સુબ્બુલક્ષ્મી Ms subbulakshmi 140x190.jpg ૧૯૧૬–૨૦૦૪ ૧૯૯૮ શાસ્ત્રીય ગાયિકા. તામિલ નાડુ
૩૪. સી.એસ.સુબ્રહ્મણ્યમ્ Chidambaram Subramaniam.jpg ૧૯૧૦–૨૦૦૦ ૧૯૯૮ સ્વાતંત્ર્ય સેનાની, હરિયાળી ક્રાંતિના પ્રણેતા. તામિલ નાડુ
૩૫. જયપ્રકાશ નારાયણ # Jayaprakash Narayan 1980 stamp of India bw.jpg ૧૯૦૨–૧૯૭૯ ૧૯૯૮ સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક. બિહાર
૩૬. પંડિત રવિ શંકર Ravi Shankar 2009 crop.jpg જ. ૧૯૨૦ ૧૯૯૯ પ્રખ્યાત સિતાર વાદક. ઉત્તર પ્રદેશ
૩૭. અમર્ત્ય સેન Amartya Sen NIH.jpg જ. ૧૯૩૩ ૧૯૯૯ નોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮), અર્થશાસ્ત્રી. પશ્ચિમ બંગાળ
૩૮. ગોપીનાથ બોરદોલોઈ # Gopinath Bordoloi.jpg ૧૮૯૦–૧૯૫૦ ૧૯૯૯ સ્વાતંત્ર્ય સેનાની. આસામ
૩૯. લતા મંગેશકર LataMangeshkar10.jpg જ. ૧૯૨૯ ૨૦૦૧ પાશ્વ ગાયિકા. મહારાષ્ટ્ર
૪૦. બિસ્મિલ્લાહ ખાન Bismillah at Concert1 (edited) 2.jpg ૧૯૧૬-૨૦૦૬ ૨૦૦૧ શાસ્ત્રીય શરણાઇ વાદક બિહાર
૪૧. ભીમસેન જોશી Pandit Bhimsen Joshi (cropped).jpg ૧૯૨૨-૨૦૧૧ ૨૦૦૯ શાસ્ત્રીય ગાયક કર્ણાટક
૪૨. સી.એન.આર.રાવ CNRrao2.jpg જ.૧૯૩૪ ૨૦૧૪ વૈજ્ઞાનિક
૪૩. સચિન તેંડુલકર Sachin at Castrol Golden Spanner Awards (crop).jpg જ.૧૯૭૩ ૨૦૧૪ ક્રિકેટર મહારાષ્ટ્ર
૪૪. મદન મોહન માલવીયા # Madan Mohan Malaviya1.jpg ૧૮૬૧-૧૯૪૬ ૨૦૧૫ શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી
૪૫. અટલ બિહારી વાજપેયી Ab vajpayee.jpg ૧૯૨૪-૨૦૧૮ ૨૦૧૫ ભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન - (૧૯૯૬), (૧૯૯૮), (૧૯૯૯-૨૦૦૪), કવિ
૪૬. પ્રણવ મુખર્જી Pranab Mukherjee Portrait.jpg ૧૯૩૫-૨૦૨૦ ૨૦૧૯ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (૨૦૧૨ થી ૨૦૧૭)
૪૭. નાનાજી દેશમુખ # Nanaji Deshmukh 2017 stamp of India.jpg
૨૦૧૯ આરએસએસ વિચારક
૪૮. ભુપેન હજારિકા # Dr. Bhupen Hazarika, Assam, India.jpg
૨૦૧૯ મહાન ગાયક અને સંગીતકાર આસામ



સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.

તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.

ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા. 



જન્મ અને કૌટુંબિક જીવન

વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી. તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.

વલ્લભભાઈને નિશાળનું ભણતર પુરું કરવા નડીઆદ, પેટલાદ તથા બોરસદ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યાં. તેમણે પોતાનો પ્રખ્યાત સંયમી સ્વભાવ કેળવ્યો - એક લોકવાયકા પ્રમાણે તેમણે પોતાને થયેલાં એક ગુમડાંને જરાય સંકોચાયા વિના ફોડ્યું હતું કે જે કરતા હજામ પણ થથર્યો હતો. વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં ૨૨ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી - તેમને વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતું. વલ્લભભાઈ વર્ષો સુધી તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના બાર (વકીલ મંડળ) માં નામ નોંધાવ્યું. તેમને પૈસા બચાવવા માટે જે ઘણાં વર્ષો લાગ્યા તેમાં તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કિર્તી મેળવી. તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો - ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો. ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સુશ્રુષા પણ કરી હતી, પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરતજ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડીઆદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા (બીજા વૃત્તાન્ત પ્રમાણે તેમણે આ સમય જીર્ણ થઈ ગયેલા એક મંદિરમાં વ્યતીત કર્યો હતો) કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થયા.

વલ્લભભાઈએ ગોધરા, બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાંકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. જ્યારે તેમણે ઈંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટીકીટ બુક કરાવી કે જે તેમના વી. જે. પટેલ ના સંક્ષીપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી. વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરુને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા.[૬] તેમણે તેમના મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી.

૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાંજ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછીજ આપ્યા હતા.[૭] વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. ૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા. તેઓ યુરોપિય શૈલીના કપડાં પહેરતાં તથા વિવેકી શિષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ રમતના માહેર ખેલાડી પણ થયા. તેમણે એવી મહત્વકાંક્ષા રાખેલ કે જેમાં તેમને પોતાની વકીલાતથી ખુબ પૈસા ભેગા કરી તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું હતું. તેમની પોતાના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ સાથે એક સમજુતી હતી કે જેના થકી તેમના મોટા ભાઈ મુંબઈ પ્રેસિડંસીમાં રાજકારણી તરીકે ઉતરે અને તે સમયે વલ્લભભાઈ ઘરની જવાબદારીઓ પુર્ણ કરે.

આઝાદીની લડત

મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચુંટણીમાં ઉતરી ૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે ચુંટાઈ આવ્યા. તેમના બ્રિટિશ અધીકારીઓ સાથે સુધરાઈ બાબત થતા મતભેદો છતાં તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. મોહનદાસ ગાંધીની બાબતમાં સાંભળીને તેમણે મવલંકરને મજાકમાં કહ્યું હતું કે “પુછશે કે ઘઉંમાંથી કાંકરાં વિણતા આવડે છે અને એનાથી દેશને આઝાદી મળશે”. પણ ગાંધીજીએ જ્યારે ચંપારણ્ય વિસ્તારના શોષિત ખેડુતો માટે બ્રિટિશ સામ્રાજ્યની અવમાન્યા કરી ત્યારે વલ્લભભાઈ તેમનાથી ખુબ પ્રભાવિત થયા હતા. ત્યારના ભારતીય રાજકારણના ચલણથી વિરુધ્ધ ગાંધીજી ભારતીય ઢબના કપડા પહેરતા તથા અંગ્રજી, કે જે ભારતીય બુદ્ધિજીવીઓની સાહજીક ભાષા હતી, તેના બદલે માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપતા. વલ્લભભાઈ ખાસ કરીને ગાંધીજીના નક્કર પગલાં ભરવાના વલણ તરફ આર્કષાયા હતા – જેમાં રાજકીય નેતા ઍની બૅસન્ટની ધરપકડને વખોડતો પ્રસ્તાવ મુકવા સિવાય ગાંધીજીએ તેમને મળવા સ્વયંસેવકોને શાંતિપ્રિય કુચ કરવા પણ કહ્યું હતું.

વલ્લભભાઈએ તેમના સપ્ટેમ્બર ૧૯૧૭ના બોરસદમાં આપેલાં ભાષણમાં દેશભરના ભારતીયોને ગાંધીજીની અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી થવા માટે આવાહન કર્યું હતું. એક મહીના પછી ગોધરામાં આયોજીત ગુજરાત રાજનૈતિક મહાસભામાં ગાંધીજીને મળ્યા બાદ તથા તેમના તરફથી પ્રોત્સાહન મળ્યા બાદ વલ્લભભાઈ ગુજરાત સભાના સચિવ બન્યા કે જે આગળ ચાલીને ઈંડિયન નેશનલ કોંગ્રસની ગુજરાતી શાખામાં પરીર્વતીત થઈ હતી. વલ્લભભાઈએ હવે 'વેઠ' – ભારતીયો દ્વારા યુરોપિયનોની ફરજીયાત બેગારી સામે સ્ફુર્તિથી લડ઼વાનું ચાલુ કરી દીધુ હતું તથા ખેડા જિલ્લામાં થયેલા પ્લેગના અતિક્રમણ અને દુષ્કાળથી રાહત આપતા પગલાઓ ભરવાનું ચાલુ કર્યું હતું. ખેડા જિલ્લાના ખેડુતોને કર માંથી રાહત આપવની વિનંતીને અંગ્રેજ સરકાર ઠુકરાવી ચુકી હતી અને તેથી ગાંધીજીએ તેની સામે લડત આપવાની સંમતી આપી. તેઓ પોતે ચંપારણ્યમાં વ્યસ્ત હોવાથી આ લડતનું નેતૃત્વ ન કરી શક્યા અને તેથી તેમણે જ્યારે એક ગુજરાતી સક્રિય કાર્યકરને આ કામ માટે પોતાની જાતને સમર્પિત કરવાની હાકલ કરી ત્યારે વલ્લભભાઈએ સ્વેચ્છાથી પોતાનું નામ આગળ ધર્યું જે વાતની ગાંધીજીને ખુશી હતી.[૧૧] તેમણે આ નિર્ણય ત્વરિત કર્યો હોવા છતાં પાછળથી વલ્લભભાઈએ કહ્યું હતું કે એ ઈચ્છા તથા પ્રતિબધ્ધતાને અનુસરવાના તેમના નિર્ણય પર પહોંચતા પહેલા તેમણ ખુબ આત્મચિંતન કર્યું હતું, કારણકે તેના માટે તેમણે પોતાની વકીલાતની કારકિર્દી તથા ભૌતિક મહત્વકાંક્ષાઓનો ત્યાગ કરવાનો હતો.



ગુજરાતનો સત્યાગ્રહ

નરહરિ પરીખ, મોહનલાલ પંડ્યા તથા અબ્બાસ તૈયબજી જેવા કોંગ્રેસી સ્વયંસેવકોના સહયોગ સાથે વલ્લભભાઈએ ખેડા જિલ્લાના ગામે ગામ ફરી ગામવાસીઓના દુ:ખ તથા તકલીફોની નોંધ કરી તેમને બ્રિટિશ સરકારને કર નહીં ભરીને રાજ્યવ્યાપી બળવામાં સહભાગી થવા કહ્યું. તેમણે સંભાવિક મુશ્કેલીઓ વચ્ચે પુર્ણ એકતા તથા ઉશ્કેરણી સામે અહિંસા આચરવાને મહત્વ આપ્યું હતું. તેમને મોટાભાગે પ્રત્યેક ગામમાંથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો. જ્યારે બળવાનું એલાન થયું અને કર નહીં ભરાયો ત્યારે અંગ્રેજ સરકારે મિલ્કત, તબેલાના પશુઓ તેમજ આખે આખાં ખેતરો જપ્ત કરવા પોલીસ તથા ઘમકી આપવાવાળી પઠાણોની ટુકડીઓ મોકલી. વલ્લભભાઈએ પ્રત્યેક ગામના રહેવાસીઓને તેમની મુલ્યવાન વસ્તુઓ છુપાવવા તથા પોલીસના છાપામાં સ્વરક્ષણમાં મદદ કરી શકે તેવા સ્વયંસેવકોની એક ટોળકી બનાવી હતી. હજારો કાર્યકર્તા તથા ખેડુતોની ધરપકડ કરવામાં આવી, પણ પટેલને બંદી બનાવવામાં ન આવ્યા. બળવાને ભારતભરમાં સહાનુભુતિ તેમજ પ્રસંશા મળવા માંડી અને તે ગુટમાં બ્રિટિશ સરકારની તરફેણ કરવાવાળા રાજનિતિજ્ઞોનો પણ સમાવેશ થયો. બ્રિટિશ સરકાર વલ્લભભાઈ સાથે સમજુતિ કરવા તૈયાર થઈ અને વરસ માટે કર નહીં ભરવા તથા તેનો દર ઓછો કરવા તેણે મંજુર થવું પડ્યું. આ ઘટના બાદ પટેલ ગુજરાતીઓ માટે નાયક તરીકે ઉભરી આવ્યા તથા ભારતભરમાં તેમના વખાણ થયા.૧૯૨૦માં તેઓ નવ-રચિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ તરીકે ચુંટાયા કે જેનો કારભાર તેમણે ૧૯૪૫ સુધી સંભાળ્યો. ગાંધીજીની અસહકાર ચળવળના સમર્થનમાં વલ્લભભાઈએ રાજ્યભરમાં પ્રવાસ કરી ૩ લાખ સભ્યો ભરતી કર્યા તથા રુ.૧૫ લાખનું ભંડોળ ઉભું કર્યું..તેમણે અમદાવાદમાં અંગ્રેજી વસ્તુઓની હોળીઓ કરવામાં મદદ કરી તથા તેમાં પોતાના બધા અંગ્રેજી શૈલીના કપડાઓ નાંખી દીધા. તેમણે પુત્રી મણીબેન તથા પુત્ર ડાહ્યાભાઈ સાથે સંપુર્ણ ખાદી પહેરવાનું ચાલુ કર્યું. ચૌરી ચૌરાની ઘટના બાદ અસહકાર ચળવળને તત્પુર્તી બંધ કરવાના ગાંધીજીના નિર્ણયને પણ વલ્લભભાઈએ સમર્થન આપ્યું. ત્યાર બાદના વર્ષો દરમ્યાન તેમણે ગુજરાતમાં મદિરાપાનના અતિરેક, અસ્પૃશ્યતા તેમજ જાત-પાતના ભેદભાવના વિરોધમાં તથા નારી અધીકારની તરફેણમાં વિસ્તૃત કામ કર્યું. કોંગ્રેસમાં તેઓ સ્વરાજીય ટીકાકારોની વિરુધ્ધમાં ગાંધીજીના દૃઢ સમર્થક રહ્યા. વલ્લભભાઈ ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમ્યાન અમદાવાદને મહત્વની વધારાની વિજળી પુર્તી આપવામાં આવી, ત્યાંની શાળા પદ્ધતિમાં ધરખમ સુધારાઓ થયા અને ત્યાંની જળ-કચરાના નિકાસ વ્યવસ્થામાં આખા શહેરને આવરી લેવાયું. રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપવામાં આવેલી શાળાઓ (જે બ્રિટિશ સરકારના નિયંત્રણની બહાર હતી) માં ભણાવતા શિક્ષકોની માન્યતા અને પગાર માટે તેઓ લડ્યા હતાં તથા તેમણે હિંદુ-મુસ્લિમના સંવેદનશીલ મુદ્દાને પણ હાથ ધર્યો હતો૧૯૨૭માં થયેલી અનરાધાર વર્ષાને કારણે આવેલા પુરમાં અમદાવાદ શહેર તથા ખેડા જિલ્લામાં થયેલી જાન-માલની તારાજીને પહોંચીવળવા તેમણે સહાયતા અભિયાનનું સંચાલન કર્યું. તેમણે જિલ્લામાં નિરાશ્રીતો માટે કેંદ્રો ખોલ્યા - ખોરાક, દવા તેમજ કપડાંની ઉપલબ્ધી કરાવી આપી તથા સ્વયંસેવકો ઉભા કરી સરકાર તથા જનસમુદાય પાસેથી તાત્કાલિક નાણાં ભેગા કરી આપ્યા.
૧૯૨૩માં જ્યારે ગાંધીજી જેલમાં હતા ત્યારે કોંગ્રેસીઓએ સરદાર પટેલને ભારતીય ધ્વજને નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની કરવા કહ્યું. વલ્લભભાઈએ દેશભરમાંથી હજારો સ્વયંસેવકોને એકઠા કરી ધ્વજવંદન આયોજ્યું. તેમણે વાટાઘાટો દ્વારા બંદીઓની મુક્તિ કરાવી તથા રાષ્ટ્રવાદીઓ જાહેરમાં ધ્વજવંદન કરી શકે તેવી ગોઠવણ પણ કરાવી. તે વર્ષ દરમ્યાન પાછળથી વલ્લભભાઈ તથા તેમના કાર્યકરમિત્રોએ મળીને પુરાવા એકઠા કર્યાં કે જેના પ્રમાણે સરકાર ડાકુઓ સામે લડવા માટે વધારાનો કરવેરો નાંખવાની પેરવીમાં હતી તેજ સમય દરમ્યાન પોલીસ બોરસદ તાલુકાના સ્થાનિક ડાકુઓ સાથે મળેલી હતી. ૬૦૦૦થી પણ વધુ લોકો વલ્લભભાઈના ભાષણને સાંભળવા એકઠા થયા હતા અને બિન-જરૂરી તેમજ અનૈતિક ઠરાવેલાં આ વધારાના કરની સામે પ્રસ્તાવિત વિરોધ ચળવળને સમર્થન આપ્યું. વલ્લભભાઈએ હજારો કોંગ્રેસી કાર્યકરોને ભેગા કર્યા તથા આજુબાજુના તાલુકાઓ વચ્ચે સુચનાઓની આપ-લે ચાલુ કરાવી. તાલુકાના દરેક ગામે કર ભરવાનો પ્રતિકાર કર્યો અને સંયુક્ત રહીને જમીન અને મિલ્કતને સરકારના કબ્જા હેઠળ જતા અટકાવી. એક લાંબી લડત બાદ સરકાર વધારાનો કરવેરો પાછો ખેંચવા તૈયાર થઈ. ઇતિહાસકારોનું માનવું છે કે આ લડતમાં વલ્લભભાઈની મુખ્ય ભુમિકા જુદી જૂદી જાત-પાતના લોકોને કે જેઓ ભિન્ન સામાજીક અને આર્થિક પાર્શ્વભૂમિથી સંકળાયેલા, તેમને સાથે લાવી તેમની વચ્ચે સુમેળ તથા વિશ્વાસ બેસાડવાની રહી.

એપ્રિલ ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈની તેમની જવાદારીઓમાંથી બહાર નીકળી વલ્લભભાઈ આઝાદીની ચળવળમાં પાછા જોડાયા જ્યારે બારડોલીમાં કપરો દુષ્કાળ પડ્યો હતો અને ભારે કર વધારો કરવામાં આવ્યો હતો. મોટાભાગનું ગુજરાત દુષ્કાળની ઝપેટમાં આવ્યુ હોવા છતાં આ કર વધારો ખેડા જીલ્લમાં કરેલા પહેલા વધારા કરતા પણ વધુ હતો. ગામવાસીઓના પ્રતિનિધિઓની સાથેની વાતચીત દરમ્યાન તેમને આગામી મુશ્કેલીઓની પુરતી ચેતવણી આપ્યા બાદ તથા અહિંસા અને એકતાની ઉપર પુરતો ભાર મુક્યા પછી તેમણે સત્યાગ્રહની ધોષણા કરી – કર અદાયગીનો પુર્ણ બહીષ્કાર. વલ્લભભાઈએ સંબંધિત વિસ્તારોમાં સ્વયંસેવકો, શિબિરો તથા માહિતીની આપ-લેની ગોઠવણ કરી. ખેડા જિલ્લામાં થયેલા કર બહિષ્કાર સત્યાગ્રહ કરતા પણ આ વખતે વધુ પ્રતિસાદ મળ્યો અને રાજ્યભરમાં સહાનુભુતિક ટેકો આપતા અન્ય સત્યાગ્રહો આયોજાયા. ધરપકડો તથા જમીન-મિલ્કતની જપ્તીઓ થઈ હોવા છતાં સત્યાગ્રહે જોર પકડ્યું. ઓગસ્ટ મહીના સુધીમાં સ્થિતિ તેની ચરમ સિમાએ પહોંચી ગઈ હતી અને ત્યારે મુંબઈ સરકારમાં ફરજ બજાવતા એક સહાનુભુતિક પારસીની મધ્યસ્થતાથી વલ્લભભાઈ સમજુતી માટે રાજી થયાં કે જેના થકી કર વધારો પાછો ખેંચાયો, સત્યાગ્રહની તરફેણમાં જે સરકારી અધિકરીઓએ રાજીનામા આપ્યા હતા તેમની ફરી નિમણુક થઈ તથા જપ્ત કરેલી જમીન-મિલ્કત પરત કરાઈ. આ બારડોલી સત્યાગ્રહ દરમ્યાન તથા તેમાં વિજય મેળવ્યા બાદ વલ્લભભાઈ વધુ ને વધુ લોકોથી ‘સરદાર’ના નામે સંબોધાવા લાગ્યા.

સરદાર પટેલે ભારતના ભાગલા સમયે કહ્યું હતું કે, "કાયરતા એ આપણી નબળાઇ છે, દુશ્મન સામે છપ્પનની છાતી રાખો." આપણે સહુ જાણીએ છીએ કે કાશ્મીર મુદ્દે સરદાર અને નહેરૂ વચ્ચે મતભેદો હતા. દેશના ભાગલા સમયે જ્યારે બ્રિટિશ સરકારે સત્તા છોડી ત્યારે લોર્ડ માઉન્ટબેટને કાશ્મીરના મહારાજાને હિંદી સંઘ અથવા પાકિસ્તાનમાંથી એકમાં ભળી જવાની સલાહ આપી હતી રાજા હરિસિંહજીએ તેમની અવગણના કરી હતી. મહારાજાએ પાકિસ્તાન સાથે અમુક કરારો કર્યા પરંતુ વિધિવત જોડાણ ન કર્યું જેથી પાકિસ્તાન ગુસ્સે થયું અને કાશ્મીર સાથેનો તમામ વ્યવહાર અટકાવી દીધો. આ સમયે જીવન-જરૂરી પુરવઠો મેળવવા માટે કાશ્મિર ભારત તરફ વળ્યું અને પાકિસ્તાનને લાગ્યું કે કાશ્મિર તેમનાં હાથમાંથી છુટીને ભારત પાસે સરકી જશે, અને આ ભય હેઠળ પાકિસ્તાને કાશ્મીરની સરહદ ઉપર છમકલાં કરવાની શરૂઆત કરી. ૨૩ ઓકટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાને મોટાપાયે હુમલો કર્યો અને તેનુ સૈન્ય શ્રીનગરથી આશરે ૬૫ કિ.મી. દૂર સુધી પહોંચી ગયું. આ કટોકટીભરી સ્થિતિમાં મહારાજા હરિસિંહજીએ સરદારનો સંપર્ક સાધ્યો. સરદારતો આવા કોઇપણ આમંત્રણની રાહ જ જોઇ રહ્યા હતા. તેમણે તાબડતોબ મેનનને વિમાનમાં જમ્મુ મોકલ્યા અને મહારાજાએ હિંદી સંઘ સાથેના જોડાણખત ઉપર સહી કરી આપી અને લશ્કરી મદદની માંગણી કરી.સરદાર પટેલને આ સમાચાર મળતાં જ તેમણે લોર્ડ માઉન્ટ બેટન અને નહેરૂ સાથે મસલત કરી હવાઇ માર્ગે લશ્કર કાશ્મીર મોકલ્યું, પાકિસ્તાની સૈન્યએ ૨૬ ઓક્ટોબરને દિવસે શ્રીનગરમાં ઇદ ઉજવીને પોતાનો વિજય જાહેર કરવાનું ફરમાન કરી દીધું હતું, પરંતુ તે સાંજે જ ભારતીય લશ્કરનાં ધાડા ઉતરી પડ્યાં. ઘમાસાણ યુદ્ધ થતા પાકિસ્તાની સૈન્યએ પીછેહઠ કરવી પડી, પરંતુ કાશ્મીર પ્રશ્ને બંને દેશનાં ગવર્નર જનરલો તથા બે વડાપ્રધાનો વચ્ચે કોઈ સમજુતી થઇ શકી નહીં. બંને સરકારોએ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં સામેવાળા લશ્કરને પાછું ખેંચવાની માંગણી કરી, પરંતુ બંનેની હઠના કારણે ત્યાં પણ કોઇ નિર્ણય થઈ શક્યો નહી. લોર્ડ માઉન્ટબેટને બ્રિટિશ વડાપ્રધાનને 'અંગત મધ્યસ્થી' માટે પ્રયાસ કરવા વિનંતિ કરી પરંતુ તેમણે એમ કરવાની ના પાડી અને સંયુક્ત રાષ્ટ્રસંઘનાં શરણે જવા સુચવ્યું. અંતે લોર્ડ માઉન્ટબેટનની સલાહથી હિંદ સરકારે સંયુકત રાષ્ટ્રસંઘ પાસે કાશ્મીરનો પ્રશ્ન રજૂ કરવાનો નિર્ણય કર્યો. આ ઝઘડો બહારની સંસ્થા સમક્ષ લઇ જવાના નિર્ણયથી ગાંધીજી ખુશ નહોતા, તેમણે ચેતવણી આપી હતી કે, 'એથી કેવળ વાંદરાનો ન્યાય જ મળશે



'સાચુ ભારત ગામડામાં વસે છે'- મહાત્મા ગાંધીજી


દેશનું પ્રથમ વાઇફાઇ સજ્જ ગામ

પુંસરી ગામમાં પાકાં સિમેન્ટના રોડ છે, તો રોડની આસપાસના ભાગે વૃક્ષોની હારમાળા ગામની શોભા ઓર વધારી રહી છે. આ રસ્તા પરથી પસાર થવું એક આહ્લાદક અનુભવ કરાવે છે.અમદાવાદથી ફક્ત 100 કિલોમીટરના અંતરે આવેલું પુંસરી ગામ એક જમાનામાં વીજળીથી પણ વંચિત હતું, જે હવે વાઈફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ ગયું છે. સુરક્ષા અને ટેક્નોલોજીના ક્ષેત્રે પુંસરી ગામનો જોટો જડે તેમ નથી. દેશનું આ પ્રથમ વાઇફાઇ સજ્જ ગામ છે.


પુંસરી ગામની વિશેષતા

પુંસરી ગામમાં મહિલા-બાળકો માટે ફ્રી બસ સેવા, યુવાનો માટે વાઈફાઈ ઈન્ટરનેટ, યુવતીઓની છેડતી કે ચોરી ન થાય તે માટે દરેક ફળિયામાં 20થી વધુ સીસીટીવી કેમેરા, દરેક ઘરમાં મિનરલ વોટર, રૂ.4માં 20 લીટર પાણીના કેરબાની હોમ ડિલિવરી, ગ્રામ પંચાયત દ્વારા ગંગામાં અસ્થિ વિસર્જનની મફત વ્યવસ્થા, કચરો ઉઠાવવા માટે ટ્રેક્ટર અમદાવાદીઓને શહેરમાં જેટલી સુવિધા નહીં મળતી હોય તેવી સુવિધા ગામડાના રહેવાસીઓને મળી રહી છે.




પુંસરી ગામની એક ઝલક


ગામના સરપંચ હિમાશું પટેલનો મોબાઇલ ફોન પણ ગામની સાઉન્ડ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. જેના કારણે કોઇ મહત્ત્વની સૂચના હોય તો તેઓ સીધા જ પંચાયત ઘર સાથે કનેક્ટ થઇને ગ્રામજનોને માહિતી પહોંચાડે છે.



કઇ રીતે પહોચાય:
અમદાવાદથી: 90 KM
હિંમતનગરથી: 36 KM
મોડાસાથી: 28 KM

વધુ માહિતી માટે અહી ક્લિક કરો: